HomeNewsપંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા રોગની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા રોગની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા રોગની સ્થિતિ: આજે 3 નવા શંકાસ્પદ કેસ, નવા પોઝિટિવ કેસ કે મૃત્યુ નોંધાયા નહીં

ગોધરા, પંચમહાલ | તા. 15/07/2026: પંચમહાલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી ચાંદીપુરા (વાયરલ એન્સેફેલાઇટિસ) રોગની દૈનિક સ્થિતિ મુજબ આજે જિલ્લામાં 3 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે નવો કોઈ પોઝિટિવ કેસ કે પોઝિટિવ મૃત્યુ નોંધાયું નથી.

હાલ જિલ્લામાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 15 કેસ નોંધાયા છે, જેમાં 2 પોઝિટિવ, 10 નેગેટિવ અને 4 કેસોના રિપોર્ટ પેન્ડિંગ છે.

તાલુકાવાર સ્થિતિ:

ગોધરા: 2 પોઝિટિવ, 3 નેગેટિવ, 2 પેન્ડિંગ (કુલ 7)

હાલોલ: 0 પોઝિટિવ, 1 નેગેટિવ, 2 પેન્ડિંગ (કુલ 3)

શહેરા: 0 પોઝિટિવ, 3 નેગેટિવ (કુલ 3)

ઘોઘંબા: 0 પોઝિટિવ, 1 નેગેટિવ (કુલ 1)

કાલોલ: 0 પોઝિટિવ, 2 નેગેટિવ (કુલ 2)

મોરવા હડફ: કોઈ કેસ નથી

જાંબુઘોડા: કોઈ કેસ નથી

આરોગ્ય વિભાગની અપીલ:

બાળકોને જંતુઓના કરડવાથી બચાવો.

ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવો.

રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

બાળકોમાં તાવ અથવા ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments