HomeUncategorizedવડોદરા શહેરમાં સમા વિસ્તારમાં માં જન્માષ્ટમી પર્વની ભક્તિસભર ઉજવણી

વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં માં જન્માષ્ટમી પર્વની ભક્તિસભર ઉજવણી

વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં માં જન્માષ્ટમી પર્વની ભક્તિસભર ઉજવણી: મટકી ફોડ અને ભવ્ય નાટક નાના નાના ભૂલકાઓ બન્યું ‘ગોકુળ’

ભારતીય સંસ્કૃતિના અત્યંત મહત્ત્વના અને આસ્થાના પ્રતીક સમાન ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમી’ના પાવન પર્વની સમગ્ર દેશની સાથે ગોકુલધામ સોસાયટી પણ અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ જ ઉત્સવની પરંપરાને જાળવી રાખવા તેમજ ભક્તોમાં સંસ્કારો અને ભક્તિભાવનું સિંચન કરવાના હેતુથી સ્થિત પ્રાચીન ગોકુલધામ સોસાયટી ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને રંગારંગ ઉજવણી યોજાઈ હતી.
શ્રીકૃષ્ણ જન્મોત્સવના આ રૂડા અવસરે ગોકુલધામ સોસાયટી પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભાવિ ભક્તોએ સવારથી જ તૈયારી ચાલુ કરી હતી અને કૃષ્ણભક્તોની મોટી મેદની દર્શનાર્થે ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં આયોજિત ‘મટકી ફોડ’નો કાર્યક્રમ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો, જેમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. ભક્તોના હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણને કારણે આખું પટાંગણ ક્ષણભર માટે નાનકડા ‘ગોકુળ’ જેવું આહલાદક અને શ્રદ્ધામય બની ગયું હતું.
આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર જયેશભાઈ પરમાર
સમા વડોદરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments