HomeUncategorizedસેવાલિયા નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

સેવાલિયા નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

સેવાલિયા નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીક મેનપુરા પાસેની ઘટના

સેવાલિયા નજીક મેનપુરા પાસે હાઈવે નજીક આવેલા ખુલ્લા ખેતરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રાથમિક માહિતી મુજબ પુરુષનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સેવાલિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ તેમજ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પુરુષે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે? તે સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

📍 સેવાલિયા | ગળતેશ્વર | ખેડા
📺 G Live 24 News — સત્ય અને સચોટ સમાચાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments