કાલોલના ભુખી ગામેથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ
પંચમહાલ | કાલોલ | ભુખી ગામ
કાલોલ તાલુકાના ભુખી ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે એલ.સી.બી. ગોધરાની ટીમે તાડપત્રીથી ઢાંકેલી બોલેરો પ્લસ ગાડી નં. GJ-06-ED-9627માં તપાસ કરતાં વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ ૩,૯૬૦ નંગ વિદેશી દારૂના ક્વાટરીયા અને બીયર ટીન કબજે કર્યા છે. જેમાં ૩,૦૦૦ ગોવા સ્પિરિટ વ્હિસ્કીના ક્વાટરીયા અને ૯૬૦ માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીનનો સમાવેશ થાય છે.
દારૂ સહિત બોલેરો પ્લસ ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૨,૯૪,૭૨૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ કેસમાં ભુખી ગામના ખેડા ફળિયામાં રહેતા વિરેન્દ્રસિંહ ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પંચમહાલ-ગોધરા દ્વારા કરવામાં આવી છે.
📍 G Live 24 News | સત્ય અને સચોટ સમાચાર
