HomeNewsપંચમહાલ હાલોલ, જાંબુઘોડા મા ભારે વરસાદના પગલે દેવ ડેમમાં નવા નીરની નોંધપાત્ર...

પંચમહાલ હાલોલ, જાંબુઘોડા મા ભારે વરસાદના પગલે દેવ ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ

પંચમહાલ હાલોલ, જાંબુઘોડા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે હાલોલ નજીક આવેલ દેવ ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

તાજેતરના આંકડા મુજબ રાત્રે 9 વાગ્યાની સ્થિતિએ દેવ ડેમમાં 20,234.63 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઈ છે. જ્યારે પાણીનું સંતુલન જાળવવા માટે 28,143.22 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ડેમની જળસપાટી 88.12 મીટર પર પહોંચી છે, જે રૂલ લેવલ 87.98 મીટર કરતાં ઉપર છે. ડેમ હાલમાં 69.14 ટકા ભરાયો છે.

પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને ડેમના 6 દરવાજા નંબર 2, 3, 4, 5, 6 અને 7ને 1.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

આજે દેવ ડેમ વિસ્તારમાં 104 મીમી, શિવરાજપુરમાં 83 મીમી અને રામેશરા વિસ્તારમાં 65 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને નદી કિનારાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments