હાલ હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામે ઉપસ્થિત છું, જ્યાં આજે નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે માં નાગેશ્વરી માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
નાગપંચમીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે મોકળ ગામે પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહી માતાજીના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે. માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ભક્તોમાં નાગેશ્વરી માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થા જોવા મળી રહી છે.
નાગપંચમીના પાવન પર્વને લઈને મંદિર ખાતે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મોકળ ગામે આવેલું માં નાગેશ્વરી માતાજીનું મંદિર નાગપંચમીના દિવસે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હજારો ભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર મોકળ ગામને જાણે ભક્તિના રંગે રંગી દીધું છે.
નાગપંચમીના પાવન પર્વે માં નાગેશ્વરી માતાજીના દર્શન માટે ઉમટેલું આ ભક્તોનું ઘોડાપૂર અહીંની વર્ષોથી ચાલી આવતી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
રિપોર્ટર. અલ્પેશસિંહ રાઠોડ. કાલોલ. પંચમહાલ.
