HomeNewsઅંકલેશ્વરમાં 3 લાંચિયા પોલીસકર્મી ACBના જાળમાં,

અંકલેશ્વરમાં 3 લાંચિયા પોલીસકર્મી ACBના જાળમાં,

અંકલેશ્વરમાં 3 લાંચિયા પોલીસકર્મી ACBના જાળમાં, ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અંકલેશ્વર | ભરૂચ ACBએ અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલા બુટલેગરનો મોબાઇલ પરત આપવા માટે પોલીસકર્મીઓએ ₹3 લાખની લાંચ માંગી હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતા ACBએ છટકું ગોઠવી ત્રણેયને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપી પોલીસકર્મીઓના નામ:

અનિરુદ્ધ ધાધલ

સાગર ચાવડા

જયદીપસિંહ સુખદેવ પરમાર

ભરૂચ ACB દ્વારા ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments