અમદાવાદમાં 40 મિનિટના વરસાદે મચાવી તબાહી, શહેરમાં પૂર જેવી સ્થિતિ! 🌧️⚠️
અમદાવાદમાં આજે માત્ર 40 મિનિટમાં અંદાજે 4 ઇંચ વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, બોપલ સહિતના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે, જ્યારે અનેક અંડરબ્રિજ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે.
આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ છે. મૃતદેહ મળવાના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી 29,461 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે વધુ 29,200 ક્યુસેક પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
🚨 તંત્રની અપીલ:
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળો, અનાવશ્યક બહાર ન નીકળો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
G Live 24 News – સત્ય અને સચોટ સમાચાર
