HomeNewsગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે સિમેન્ટના બ્લોક ભરેલી આઇશર પલટી, બાઇકચાલક ઇજાગ્રસ્ત

ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે સિમેન્ટના બ્લોક ભરેલી આઇશર પલટી, બાઇકચાલક ઇજાગ્રસ્ત

ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે સિમેન્ટના બ્લોક ભરેલી આઇશર પલટી, બાઇકચાલક ઇજાગ્રસ્ત; ટ્રાફિક જામ બાદ માર્ગ ફરી શરૂ

ગોધરા, તા. 1 ઓગસ્ટ: ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામ નજીક આજે સિમેન્ટના બ્લોક ભરેલી એક આઇશર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત દરમિયાન પાછળથી આવી રહેલી એક મોટરસાઇકલ આઇશરની અડફેટે ચડી જતાં બાઇકસવાર ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને કારણે આઇશર ગાડી રોડ પર આડી પડી જતાં માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ, રોડ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની મદદથી વાહન હટાવી ટ્રાફિકને ફરીથી સુચારુ કરવામાં આવ્યો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments