ઘોઘંબા તાલુકાના ગોઠ ગામે જુગાર પર રાજગઢ પોલીસનો દરોડો, 8 જુગારીઓ ઝડપાયા
ઘોઘંબા, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોઠ ગામે હારજીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજગઢ પોલીસ સ્ટેશને સફળ દરોડો પાડી 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોટરસાયકલો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,79,650નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ પ્રેસનોટ અનુસાર, પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન તેમજ પંચમહાલના પોલીસ અધિક્ષક અને કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ દરમિયાન રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોઠ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હારજીતનો જુગાર રમતા 8 ઇસમોને રંગેહાથ ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 86,650 રોકડ, 5 મોટરસાયકલ, 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,79,650નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજગઢ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો છે.
ઘોઘંબા તાલુકાના ગોઠ ગામે જુગાર પર રાજગઢ પોલીસનો દરોડો, 8 જુગારીઓ ઝડપાયા
Recent Comments
on Hello world!
