HomeNewsકાલોલમાં મેઘતાંડવ: નગરપાલિકા વિસ્તારમાં જળબંબાકાર, નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા! 🚨

કાલોલમાં મેઘતાંડવ: નગરપાલિકા વિસ્તારમાં જળબંબાકાર, નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા! 🚨

કાલોલ, તા. 31 જુલાઈ: કાલોલ તાલુકામાં વરસેલા ભારે વરસાદે સમગ્ર નગરપાલિકા વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દીધો છે. સતત ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે કાલોલ નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં કામગીરી પર અસર પહોંચી છે.

માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે.

નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે શહેરની સુવિધાઓનું સંચાલન કરતી નગરપાલિકા કચેરી જ વરસાદી પાણીથી બચી શકતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય છે.

સ્થાનિક તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments