HomeNewsકાલોલ પોલીસ સ્ટેશનની કાર્યવાહી

કાલોલ પોલીસ સ્ટેશનની કાર્યવાહી

કાલોલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સણસોલી આઉટપોસ્ટના જમાદારો વિસ્તારમાં પેટ્રોલિંગ (રાઉન્ડ) દરમિયાન ફરજ પર હતા. તે દરમિયાન એક ટેમ્પો ચાલક પોતાની ગાડી જાહેર રસ્તાની વચ્ચે પાર્ક કરી અવરજવરમાં અવરોધ ઉભો કરી રહ્યો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું.

જાહેર માર્ગ પર ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટેમ્પોને કબજે લઈ સણસોલી આઉટપોસ્ટ ખાતે જમા કરાવ્યો.

કાલોલ પોલીસે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે જાહેર માર્ગો પર વાહનો આડેધડ પાર્ક ન કરે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, જેથી સામાન્ય નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments