HomeNewsપંચમહાલમેસરી નદીના બ્રિજના બાંધકામમાં નીચી ગુણવત્તાના મટીરીયલનો આક્ષેપ, ગ્રામજનોએ તપાસની કરી માંગ

પંચમહાલમેસરી નદીના બ્રિજના બાંધકામમાં નીચી ગુણવત્તાના મટીરીયલનો આક્ષેપ, ગ્રામજનોએ તપાસની કરી માંગ

પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરા તાલુકાની વચ્ચે આવેલા મિસ્ત્રી નદીના બ્રિજના બાંધકામમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રામજનો, સરપંચ, તાલુકા સભ્ય તથા સ્થાનિક આગેવાનોએ સ્થળ પર નિવેદન આપતાં જણાવ્યું કે બ્રિજના બાંધકામમાં વપરાતા મટીરીયલની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જો અનિયમિતતા જણાય તો મટીરીયલ બદલીને નિયમો મુજબ ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવે.

તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર આવી મટીરીયલની તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે, જેથી જાહેર હિતમાં મજબૂત અને સુરક્ષિત બ્રિજનું નિર્માણ થઈ શકે.

નોંધ: હાલમાં આ ગ્રામજનો દ્વારા કરાયેલા આક્ષેપો છે. સંબંધિત વિભાગનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થતાં તેને પણ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments